Saturday, 31 December 2016

કણિકાઓ

જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?
~ મરીઝ

શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.
~ શૂન્ય પાલનપુરી

જેનું જીવન ધૂપસળી છે
અંત લગી એ જાતે બળી છે
કેમ સુરાલય ગર્વ કરે ના
પીતાં પીતાં આંખ ઢળી છે
~ શૂન્ય કદાચ.. સ્મૃતિ આધારે...

એક વાત

એક વાત એ પણ થઇ જાય નોટબંધીના કારણે કંટાળેલા લોકોની સંખ્યા પણ કઈ ઓછી નહોતી , બેંક આજુબાજુ કે મજૂરો જ્યાં ઉભા રહે ત્યાં જઈ જય બોલાવવાની, હર હર કરવાની હિમંત કોઈએ ના કરી, અને મનના એક ખૂણામાં આ પગલું બરાબર લાગ્યું જ નહોતું મોટાભાગના ને !!!
~ રાજકારણ ના લાવતા

લોકો રેડીયા પર મનની વાત કરે છે તમે અહી નથી કહી શકતા...

આજકાલ વાંચવાવાળા કરતા લખવાવાળા વધી ગયા છે , હહાહહાહાહા
~ હું પણ એમાનો એક છું

Monday, 26 December 2016

ન્યાય માણસ જોઈને

ન્યાય માણસ જોઈને મળે કારણ એ અહીં પૈસાથી વેચાય છે...
અમે તમને મૂર્ખ બનાવીએ છીએ કારણ કે તમને મૂર્ખ બનવાની આદત પડી ગઈ છે...
આવું ઘણું છે જેમાં આપણે ઉહાપોહ કે નકામા બરાડા સિવાય કૈં જ કરી શકતા નથી...
વર્તમાનમાં સલમાનના કેસમાં અદાલતોની નાગાઇ હોય કે
તોડી નાંખશું ફોડી નાંખશું કહેતી ભાજપાની પાકિસ્તાન સાથેની પ્રેમ કહાની હોય..
કે કૉંગ્રેસ સરકારના વખતના તેમના ભ્રષ્ટાચારીઓ, કાળું નાણું હોય... વગેરે વગેરે..
કેટલુંય આવું તો....
આપણા અવાજ બેસી જશે ને ચીસો શાંત થઇ જશે હરેક વાર બને એમ..
તમને શબ્દોના સ્ખલન સિવાય કોઈ રસ્તો દેખાય છે આ બધાનો...
અભિપ્રાય આવકાર્ય છે...

लेकिन आज.......

एक खुले आसमां जैसी
मोहब्बत थी उन दिनों
बिना कोई सीमा की
लेकिन आज.......
~ अजनबी

એકબીજાને રહેંસી નાંખો

આપણે ચાહીએ છીએ વિશ્વમાં શાંતિ અને ભાતૃત્વ બન્યું રહે,
બહુ મોટી મોટી વાતો પણ કરીએ છીએ..
પણ જયારે એ આપણા જેવા જ લોકો પર નિર્ભર હોય છતાં પણ આપણામાંના જ મોટાભાગના શું પ્રતિભાવ આપે છે ???
આ આગ મુસ્લમનોએ લગાડી છે,
મુસ્લિમો કહે અમને યહૂદીઓ મારે છે,
હિન્દૂ ધર્મ સંકટમાં છે..
ખ્રિસ્તીઓ વિચારે કે મિશનારીઓ જ આનો ઉપાય છે..
ફલાણો ભાઈ અમારો ઉદય લઈને આવ્યો છે...
આપણને હંમેશા વાંક સામેવાળાનો જ લાગે છે ખતમ કરો એમને તો જ આપણે જીવીશું...
વ્યક્તિગત વિચારશ્રેણી કેવી છે આપણી???
પછી ક્યાંથી ???
એક કામ થાય કે દરેકના હાથમાં હથિયાર થમાવી દો અને એકબીજાને રહેંસી નાંખો - ભૂંજી નાંખો...
માનવજાતનો કિસ્સો જ પૂરો થાય..
નાસાવાળા ભાઈઓને પણ કહો ઝડપ રાખે, બીજે ક્યાંય આપણા માનવો બચ્યા હોય તો એમને પણ થોડા છોડાશે, શાંતિથી જીવી ખાવા માટે ???

વેદના અને ઠંડી

અને એણે કહ્યું :
"વેદના અને ઠંડી બચ્ચે ગઝબની સામ્યતા...
બંને જયારે ચરમસીમાએ પહોંચે ત્યારે પોતાની તાજગી ગુમાવી દે છે..
ગાત્રો થીજવી નાંખતી ઠંડી પણ બાઇકસવાર ને એકાદ બે કિલોમીટર સુધીથી વધુ અસર નથી પહોંચાડી શકતી..
ને એવું જ વેદનાનું પણ..."

અજનબીની ડાયરીમાંથી

એની લોહીથી ખરડાયેલી હથેળીમાં
તાજા જ ચૂંટેલા ગુલાબના ફૂલો હતા.
આજે એણે માશૂકા માટે ફૂલો ના ચૂંટવાના નિયમને પણ તોડ્યો હતો...
આ પ્રેમ શું છે ? આખર એ કઈ રીતે કરાય ??
આવા બબડાટો સાથે એ બાગના એક ખૂણામાં જ ઊંઘી ગયો...
~ અજનબીની ડાયરીમાંથી

દેશભક્તિ

ભાંડમાં જાઓ એવી દેશભક્તિ ને ભાંડમાં જાઓ એવા દેશભક્તો...
જેઓ અન્યાયોને સાંખી લે છે...
તેમના ભૂખ્યા ભાઈઓના પેટની પરવા નથી કરતા...!!
દેશભક્તિ હૂહ....
પેલાઓ મજદુરોના પસીનામાંથી કમાયેલા કરોડો રૂપિયાના ટેક્સ નથી ભરતા તેઓને સલામો ઠોકે છે..
ને બિચારા ખેડૂતોની લૉન ના ભરવાના કારણે જમીનોની હારાજીઓ કરે છે....
ભાંડમાં જાય દેશ ને એના વિદુષકિયા દેશભક્તો...

મનને સમજાવતા હજુ નથી આવડ્યું

અમે મળ્યા
થોડીક તણાવભરી ક્ષણો વિતાવી
વાતાવરણમાં અજબની ખામોશી હતી
બોલવા કરતાં મૌન વધું રહ્યાં
અમે છુટા પડ્યા
હુ બહાર રાહ જોતો રહ્યો
હજી આંખો ને મન અતૃપ્ત
બન્નેને સમજાવી પરત આવ્યો.
હા મે એને જતા જોયેલી
પણ દિશા ખબર ન્હોતી
મને મારી દિશા પણ ખબર ન્હોતી તો...
આમ સમજાવટથી બધુ સારી રીતે પતી જતું હોય છે
આવુ બુઝુર્ગ કહેતાં
મને મારા મનને સમજાવતા હજુ નથી આવડ્યું...
હાહાહાહાહા.....

વિશ્વયુદ્ધ

ચોતરફ વેરાયેલા મડદાઓમાંથી
દુર્ગંધ ફેલાતી જતી હતી
હવે સુગંધ - દુર્ગંધ
ને અલગ અલગ રીતે છુટ્ટી પાડી
શ્વસી શકે એવા નાક ધરાવનારા 
નહોતા રહ્યાં...
સડતાં મૃતદેહો જમીંમાં ભળી રહ્યાં હતા
સાવ આવા અંતની કલપ્ના કરનારા
અને ન કરનારા મુકત થઈ ગયા હતાં
જીવનથી...
કેટલાકે ખોરાક પાણી વગર દમ તોડી નાખ્યા હતાં
કેટલાંક હજુ ઝજુમિ રહ્યાં હતાં
જે કોઈ અનિશ્ચિત સમયે મડદાઓનો
એક ભાગ બની જવાના હતાં.
ખૌફ હતો એ આંખોમાં...!
વિશ્વયુદ્ધ અરે!!!
~ અજનબીની ડાયરીમાંથી

ઇતિહાસ ક્યારેક એને સાચો કહેશે

ઇતિહાસ ક્યારેક એને સાચો કહેશે... બાકી પગનાં તળિયા ચાટવાવાળા આને પણ ખોટો કહેતાં અચખાશે નહીં...

સ્ટાલિન

રેશમી મોજા પહેરીને ક્રાંતિ કરી શકાતી નથી...
~ સ્ટાલિન

અલ્બેર કામુ

જ્યારે જ્યારે મૌત મનુષ્યને ઘેરી વળે છે , ત્યારે ત્યારે જીંદગી પ્રત્યેની એની ચાહત વધુ ને વધુ વધતી જાય છે.
~ અલ્બેર કામુ

દુનિયામાં દરેક સબંધ એક સાદગીથી શરૂ થાય છે , પરંતું ત્યાર બાદ જટિલ બનતો જાય છે.
~ આલ્બેર કામુ

સહાદત હસન મન્ટોના ""વેશ્યા પરના લેખમાંથી".

સહાદત હસન મન્ટો...
એક વેશ્યાના શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે. તમે પણ સાંભળો : "વેશ્યા નિ:સહાય અને એકાકી પુરુષોની સાથી છે... એની પાસે રોજ સેંકડો મર્દો આવે છે.પણ એ એના ચાહકોના ટોળા વચ્ચે પણ સાવ એકલીઅટૂલી છે. સાવ જ એકલી.. એ રાતના અંધારામાં ચાલનારી પેલી રેલગાડી જેવી છે જે મુસાફરોને પોતપોતાના ઠેકાણે પહોંચાડી દીધા પછી એક લોઢાના છાપરા નીચે સાવ ખાલીખમ ઉભી હોય છે. સાવ ખાલીખમ... ધૂળ ને ધૂમાડાથી રજોટાયેલી... લોકો અમને હલકટ કહે છે. ખબર નહીં કેમ?.... રાતના અંધારામાં જે મર્દ અમારી પાસે આવે છે એ જ મર્દ દિવસના અજવાળામાં ખબર નહીં કેમ અમારી તરફ નફરત-તિરસ્કારભરી નજરે જુએ છે. અમે તો કંઇ છુપાવ્યા વગર, છેડેચોક અમારું શરીર વેચીએ છીએ. મર્દ અમારી પાસે આ શરીર ખરીદવા તો આવે છે પણ એ સોદાને ગોપીત રાખવા માંગે છે એવું કેમ હશે તે નથી સમજાતું..."
સ્ત્રોત : - સહાદત હસન મન્ટોના ""વેશ્યા પરના લેખમાંથી".
પુસ્તક - સહાદત હસન મન્ટોની કેટલીક વાર્તાઓ

फ़िराक़

कभी कभी तो ये अ़ालम रहा तेरे ग़म का
के नाम भी न तेरा याद आ सका मुझ को
~ फ़िराक़

कैफ़ी आज़मी

होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा
दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
अश्क़ आँखों ने पिए, और न बहाए होंगे
बंद कमरे में, जो ख़त मेरे जलाए होंगे
एक-इक हर्फ़ जबीं पर उभर आया होगा
उसने घबरा के नज़र लाख बचाई होगी
दिल की लुटती हुई दुनिया नज़र आई होगी
मेज़ से जब मेरी तस्वीर हटाई होगी
हर तरफ मुझको तड़पता हुआ पाया होगा
छेड़ की बात से अरमां मचल आये होंगे
ग़म दिखावे की हँसी में उबल आये होंगे
नाम पर मेरे जब आंसू निकल आए होंगे
सर न काँधे से सहेली के उठाया होगा
ज़ुल्फ़ जिद करके किसी ने जो बनाई होगी
और भी ग़म की घटा मुखड़े पे चाई होगी
बिजली नजरो ने कई दिन न गिराई होगी
रंग चेहरे पे कई रोज़ न आया होगा
होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा
~ कैफ़ी आज़मी

બરકત વિરાણી ‘બેફામ’

મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.
અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપનમાં રહેલા સુખો થાય સાચા;
કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,
અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે.
ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું;
ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,
અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.
નથી મેળવાતી ખુશી સંપત્તીથી,
આ મોજાં રડીને કહે છે જગતને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,
સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.
પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,
પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
પ્રસંગો ઉપરનાં એ પડદાં બન્યા છે,
ઉમંગો ઉપરનાં એ કફન થઈ ગયાં છે.
કવિ દિલ વીના પ્રકૃતિનાં સીતમને
બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે?
મળ્યા દર્દ અમને જે એનાં તરફથી,
અમરા તરફથી કવન થઈ ગયાં છે.
~ બરકત વિરાણી ‘બેફામ’

મરીઝ

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
~ મરીઝ

વાસ્તવિક વેદના

તાળીઓની આતશબાજી અને વાહવાહીની ગૂંજમાં એ કવિની વાસ્તવિક વેદનાની હકીકત ડુસકાં ભરતી હતી !!!
~ અજનબી

રાવજી પટેલ

એક બપોરે ~ રાવજી પટેલ
મારા ખેતરને શેઢેથી
'લ્યા ઊડી ગઈ સારસી !
માં,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી ;
ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે
ભલે આખુ આભ રેલી જાય,
ગાળા સમું ઘાસ ઉગી જાય ,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈ.....
મારા ખેતરને શેઢેથી -

Sunday, 25 December 2016

મીર તકી મીર

ગાલિબ પણ એકવાર જેના શુખન પ્રેમી થયેલા એ મીરનો એક મજાનો શેર :

બડે ગુસ્તાખ હૈં યે ઝુક કર તેરા મૂંહ ચૂમ લેતે હૈં ,
બડી હી જાલિમ ગેસુંઓ કોં સર ચઢાયા હૈ.

~ મીર તકી મીર

(  તારી લટો બહુ બદતમિજ છે. એ ચહેરા પર નમી તારું મોં ચૂમી રહી છે !  આવી જૂલ્મી લટોને તેં વળી માથે ચડાવી છે )

વીતી જઈશ.

તમને હરાવી હુ જીતી જઈશ ,
ટૂંકું મજાનું જીવી વીતી જઈશ.

~ અજનબી

કોઇક કારણ..

જીવવાનું છે અહિં...ને જીવવા માટેની પહેલી શર્ત છે કારણ... કોઇક કારણ..ક્યારેક લાગે કોઈ કારણ નથી , તો કારણ બનાવવું રહયું...ને આમ હાર માની કોઠી પાછળ સંતાવાની રમત બૂઝદિલોમાં ખપાવશે... જે મંજુર નથી...શુ ફર્ક પડે છે ? આપણા હાલાતથી... અહિયાં ??? તમાશા પસંદ લોકોની કમી નથી...બસ થોડા ચહેરા છે જેઓ યાદદાસ્તમાંથી જતા નથી... જે પીડા ~ વેદનામાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ , થઇએ છીએ.. એમાંથી એ પણ થઈ ચુક્યા છે અથવા ચાલુ છે.... અને હા એ ચંદ ચહેરાઓની મોહોબ્બત ~ હૂંફ પ્રદીપકનું કામ કરે છે ને હથિયાર હેઠા મુકવા નથી દેતું....બસ આ જ છે લૂફત એ જીંદગી...

મુર્દા લોગ ક્યા ખાક જીયા કરતે હૈ....???

હાહાહાહાહાહા.......

રિયાઝ

કિસ લૂત્ફ સે ખુલી હુઈ આંખે હૈ બાદે મર્ગ ;
હમ મીટ ગયે મજા ન મીટા ઈંત્ઝાર કા.

~ રિયાઝ

{ કેવા આનંદથી ખુલ્લી રહી ગઈ આંખો મારા મૌત બાદ ! હુ ખતમ થઈ ગયૉ , પણ મારી ઈંત્ઝારની મજા ખતમ નથી થતી.}

अनवर मिर्जापुरी

मेरे अश्क भीं है इस में ये शराब उबल न जाए
मेरा जाम छूने वाले तेरा हाथ जल न जाए

~ अनवर मिर्जापुरी

મારા આંસુઓ પણ છે આમાં, આ શરાબ ઉકળી ના જાય
મારા જામને અડકવા વાળા , તારો હાથ દાઝી ના જાય...

#હાહાહાહાહા

માંગવું નથી મારા સ્વભાવમાં

ભાવનું શુ કરું આ અભાવમાં
માંગવું નથી મારા સ્વભાવમાં

~ એ જ અજનબી

ખાનાબઃદૌશ

વાપરી જાય છે માણસ જેવા માણસ ને આ દુનિયા સાલી
તમે હજીય પૈસાને યાદ કરી પત્તર ઠૉકોં છો યાર !!!!!!!!!!!!

~ ખાનાબઃદૌશ

જાતથી અજનબી સાલો....

ને હવે તે ઓતપ્રોત થઈ ગયો હતો... ખુદમાં ને ખુદમાં જ.. હર પળ હર ક્ષણ એક જેવી જ તો ક્યારેક બધુ જ ભિન્ન ભિન્ન...
હા એને ઉર્દૂમાં શાયદ દીવાનો એટલે કે પાગલ બની ગયો એમ કહેવાય છે. દૂનીયાદારીની બેડીઓ તોડી અને ફગાવી એ હવે આઝાદ થઈ ગયો હતો... આહ....

~ #હાહાહાહાહા

જાતથી અજનબી સાલો....

એક સ્યાનહી મંજરનામા ; પુસ્તકના 40માં પાનેથી...

મિર્જા ગાલિબના ખાસ મિત્ર બંસીધર...
એક મજાનો પ્રસંગ....
મિર્જા હાથ મેં લબાલબ કટોરી લિયે ચલ રહે થે..
' અજી યે નયા સૌક ક્યા પાલ લિયા, મિર્જા ? બિલ્લીઓ કા....'
' અજી સૌક કિસ નામુરાદ કોં થા મુફ્તી સાહબ! વે તો બન્સિધર , હમારે યાર હૈ, વે આયે થે આગરા સે ..... કહા થા કૂમ્હડા, કકડી મત લાના... વે..... બિલ્લી ઉઠા લાયે. બિલ્લીયાં બહુત અજીજ હૈ ઉન્હેં.'
મિર્જા ને દૂધ કિ કટોરી બિલ્લી કે બચ્ચે કે સામને રખ દી, બિલ્લી દૂધ પર ટૂટ પડી. મમતા સે ઉસે દેખતે રહે, લેકિન બાત મુફ્તી સાહબ સે કિયે જા રહે થે - બન્સિધર કિ, બિલ્લી કિ, બિલ્લી કે બચ્ચો કિ..... કહને લગે -
' છ: બચ્ચે દીયે થે ઉનકી બિલ્લી ને..... જો બચ્ચા ખુશ રંગ થા વહ મેરે લિયે ઉઠા લાયે.
મિર્જા ખુદ હી હંસ પડે.
' અબ કોઈ ઔલાદ બાંટે હમારે સાથ તો કૈસે ઇન્કાર કરે !?
~ ગુલઝાર કૃત : " મિર્જા ગાલિબ ~ એક સ્યાનહી મંજરનામા "
    પુસ્તકના 40માં પાનેથી...

ગાલિબ

રંજ સે ખૂગર હુઆ ઇન્સાન તો મીટ જાતા હૈ રંજ
મુશ્કિલે મુજ પર ઇતની પડી કી આસાં હો ગઇ...

~ ગાલિબ દાદુ

રંજ - દુખ , ખૂગર - વ્યસની...

શુક્રીયા Mubin ભાઈ

ઝલિલ

ઝલિલ કર કે રખ દિયા ઉન ખૂબસુરત લડકીઓ કોં
ખુશરંગ 'અજનબી' આંખે ઝુકાએ હી નિકલ ગયા !!

~ અજનબી

હાહાહાહાહા આ ફોટાઓને ઉપરના શબ્દો સાથે સીધો સબંધ છે.... અઘરું સાલું ખૂબ અઘરું....

યહૂદી માતાઓના ચિત્કારો!

એ જ સ્વપ્ન ફરી એકવાર...
એ યહૂદી માતાઓના ચિત્કારો! ક્રૂરતાએ કેવું તો મોં ઊંચકયૂ હતું કે કહેવાતો સામર્થ્યવાન ઇશ્વર ખામોશ બેઠો રહી તમાશો જોયા કરતો હશે. ફરી અલપ ઝલપ ન સમજાય તેવાં મજબૂર લોકોના ઇશારાઓ ને ગર્ભિત સ્મિત. આહ. આ સ્વપ્ન ક્યારે અટકશે. માયૂશ ચહેરાઓ જે મારા સ્વપ્નમાં દેખાયા જ કરે છે બસ મારા સ્વપ્નમાં દેખાયા જ કરે છે...

છોડ એ વાત, બધાં સ્વપ્નો ક્યાં સાચા પડતાં હોય છે...

~ આજે ફરી એકવાર નિઃસહાય દ્રારા એની ડાયરીમાં

Saturday, 24 December 2016

વડવાનળ

તુ પાણીથી બૂજાવવાની નાકામ કોશિશ ના કર
વડવાનળ છું આમ અચાનક શાંત નહીં થાઉં !!!

~ અજનબી

વડવાનળ ~ પાણીમાં લાગતી આગ

#હાહાહાહાહા

અમર પાલનપુરી

વાંચવી હોય તો આખી જ વાંચજો !!!!!

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

~ #અમર_પાલનપુરી

મૃગજળ

એક દિવસે ફિલ્મ જોવાનો બનાવ એની સાથે એક ઘટમાળ લઇને આવેલ એ દોસ્તના જીવનમાં. અચાનક જ કોઇક ચહેરો નજરે ચડે છે દર્શકોમાંનો. એનાથી પાછળની હરોળમાં બેઠેલી એ છોકરી અદ્દલ એ જ જાણે. થોડુંક વિસ્મય. ફરી જોયું. એ નથી છે નથી નું ચક્કર. આખરે મનને પુછ્યું. એ એટ્લે દુર 150 કિલોમીટર માત્ર એક મુવી જોવા આવે, એ એનાં વિશે જાણતો હતો. કોઈ કારણ નહોતું એનાં અહિં હોવાનું. આખરે ખરાઈ કરવા છેલ્લી વાર એ બાજુ દ્રષ્ટિ કરી. પાકુ થયુ. એ નથી. પણ ચહેરા અને શરીરમાં આટલી સામ્યતા ? આના મોં પર ખીલ નથી. એક લાવણ્ય નીતરે છે જે પેલા ચહેરાની યાદ અપાવી જાય છે. ને પછી...

#અપૂર્ણ

પાગલો

એક પાગલખાનામાં ચાર પાંચ મનોવિશલેસ્કો આવે છે :

એમનાં હાથમાં નોટ્સ ને પેન છે , નિરીક્ષણ કરતાં જાય ને લખતા જાય છે...

સામે થોડાક જ અંતરે એક પાગલ બીજા પાગલ ને ( મનોવિશલેષ્કો સામે આંગળી નો ઈશારો કરતાં ) ક્હે છે ,
 જો પેલા પાગલો કેવી હરકતો કરે છે....?

~ દુનિયા એક પાગલખાનું જ છે , કોઈ દરેક ઓછા વધતે ક્યાંક તો પાગલ છે જ... ~ પાગલ

હાહાહાહાહા

#અપૂર્ણ

ગુફઃતગુ

ખાનાબદૌશ બોલકા હોય છે.

~ Nikhil Shukl

 હા , નિખિલભાઈ કારણ કદાચ એ હશે કે તેઓ જે એકાંત ને મૌન સહે છે કે ઉજવે છે , એ પ્રગટ કરે છે બસ....

~ એક ખાનાબદૌશ

અને એણે કહ્યું : 1

અને એણે કહ્યું :

" લોકવાયકા પ્રમાણે રાવણે સીતાનો આદર કર્યો હતો. સીતાને જયાં સુધી બંદી બનાવ્યા હતાં ત્યાર સુધી સીતાની યોગ્ય કાળજી લીધી હતી. જ્યારે થોડાક સમયની આઝાદી બાદ એમનાં પતિ એવા રામે એમને ગર્ભ સાથે ની સીતાનો કાયમ માટે ત્યાગ કર્યો હતો. ન્યાય સમજવા જેવો છે , સમજાવવા જેવો નહીં. છતાંય આજે પણ એક વ્યક્તિ ને સંપુર્ણ ગુનેગાર ને બીજાને ઇશ્વર તરીકે સ્થાપિત કરવામાં કયું બુદ્ધિપૂર્વકનું કામ કર્યું એ સમજાતું નથી."

પહેલી_વાર્તા ~ અપૂર્ણ

#પહેલી_વાર્તા :

જમણા હાથના અંગુઠા ને પહેલી આંગળી વચ્ચે વળેલો કાગળ હતો. જે ડાબા હાથની આંગળીથી એ ચકરડી ની જેમ ફેરવતો હતો.
 મોં પર ન સમજાય તેવા ભાવો હતાં. હેનરીએ ઘડિયાળમાં જોયું 1 વાગીને સત્તર મિનીટ થઈ હતી. કોઈ કામ ન હોવાથી ઘડિયાળમાં જોવું એ પણ નિરર્થક હતું એનાં માટે. ફરીથી તેને એ જ દિશામાં નજર માંડી. હજુ પણ એ કેન્ટીનમાંથી બહાર નહોતી આવી.

અમુક ક્ષણો પછી એ જ બન્યુ જે એણે વિચાર્યું હતુ. એ નીકળી. ગેટની ડાબી તરફના જલદી નજરેના ચડે એવાં બાંકડા પર બેઠો હોવાના કારણે પોતે એને દેખાયો નહોતો. એ જતી રહી. હુ ત્યાં તેની પાસે જ વધું બેઠો હોત તો સારૂં હતું. મનોમન વિચાર્યું.

જો કે એ મળી એજ પુરતું હતુ. એને જાતને દિલાસો આપતાં વિચાર્યું. આમ પણ પ્રતિકૂળ સંજોગોમાં જાત જ સાથે હોય છે ને પોતાના નિશ્વાસ જે દિલાસાઓ રૂપે પડઘાતા હોય છે. કેવો મજાનો અહેસાસ હતો. એનો અવાજ , બોલવાની ઢબ બધુ એટલે બધું જ અવિસ્મરણીય.

 હેનરી ભૂતકાળમાં સરી પડ્યો :

ગઇકાલે જ મળવા માટે એણે હા પાડેલી. કેટલા સમયથી એ મળવાના ઇજનને નકારતી હતી. હુ આ શહેરમાં છ થી વધું વાર આવી મળ્યા વગર જ નિરાશ થઇ પાછો જતો રહેલો. જ્યારે બધો આધાર સામે વાળી વ્યક્તિ પર હોય ત્યાર સુધી માનવી અસહાય જ હોય છે ને. ફરી વિચારોની હારમાળા. બાકી હુ એટલે દૂરથી અહિં આવુ જ નહીં ને? પોતાના સ્નેહ પાછળ છુપાયેલા સ્વાર્થે ડોકિયું કર્યું.

સતત બે દિવસની મુસાફરી બાદ હેનરી સમય સાચવી શકે એવી સ્થિતીમા  નહતો. એકધારી રાત્રિની મુસાફરી કર્યા પછી હવે ઊંઘવાનો વખત પણ નહોતો એની પાસે.સવારે મિત્રની રૂમ પર તૈયાર થતાં આજ સુધીમાં સૌથી વધું સમય અરીસા આગળ ઉભો હતો. આછું સ્મિત એની ખુશીઓની ચાડી ખાતું હતુ. આ કલર એને ગમશે કે નહીં ??? એવું ક્ષણિક મનમાં આવી જતું રહ્યુ. વધું વિચારવાનો સમય નહોતો. આજ લગી હેનરી આટલો ખુશ ક્યારેય જણાયો નહોતો. આજે પોતે પણ પોતાના બદલાવ ને મહેસુસ કરતો હતો. જેક હુ નીકળું છું. આવુ પરત. આમ કહી એ નજીકના રોડ પર પહોંચ્યો.

ટેક્ષી વાળા ને કહ્યું યુનિવર્સીટી લઇ લે. હા, સાહેબ. સાહેબ ના કહો વડીલ. મને એ નથી ગમતું. હેનરી એ અણગમો દર્શાવ્યો. અણગમા પાછળ એનાં જીવનનું અર્ક હતુ શાયદ. કોઈ અહીં કાયમી ક્યાં હોય છે ? કેટલાય સાહેબો ની રાખ થઈ ઊડ્યા કરે છે આસપાસ અથવા દફન થઈ ગયા હતા જે જમીન પર એ ફર્યા હતાં , જીવ્યા હતાં. એનો જ એક ભાગ બની ગયા હતા. ક્યાંના સાહેબ ? શાના સાહેબ ? મલકાટ પૂરો થયો. મન પણ ક્ષણો ચોરી આરામ પર ઉતરી આવ્યું.

આવી ગયા. રીક્ષાવાળા ભાઈ એ સહજ બોલ કહ્યા. રકમ ચૂકવી વધેલા બાકી લેવાના રૂપિયા રીક્ષાચાલક ને જ રાખી લેવાનું કહી એ ઉતર્યો. આજુબાજુ વાહનોમાંથી નીકળતો કર્કશ અવાજ આજે એને તકલીફ નહોતો આપતો. કારણ અને સ્થિતીઓ જ કૈંક એવી હતી. પોતાની પ્રેમાળ ને મળવાનું હતું. એક અરસા પછી. મનનો થનઘનાટ એ ખૂબ જ સારી રીતે અનુભવતો હતો.

ત્યાં નજીકની એક દુકાન પર જઈ પાણી પીધું. ગામડાંના એનાં બુઝુર્ગ યાદ આવી ગયા. જે પાણી પણ પૈસાથી મળે છે એવું સાંભળ્યા પછી હંમેશા આશ્ચર્યમાં મુકાતા અને ખિન્ન થઈ કહેતાં : ' હજી કેટકેટલું જોવું પડશે ભગવાન એવું બોલતાં. '

પણ આજે સમય નહોતો એ બધુ વિચારી એમાં ખોવાઈ જવાનો. એક છોકરી રાહ જોઇ રહી હતી.

એને નજીકથી પસાર થતા એક ભાઈને પુછ્યું કેન્ટીન...? હાથના ઈશારા સાથે કહ્યું ભાઈ આગળથી જમણે વળી જજો. ત્યાં જ છે કેન્ટીન. આભાર માની એ મંજિલ તરફ આગળ ધપ્યો. શૂન્યમનસ્ક. જીવાતા અમુક સમયમાં ખાસ પ્રસંગોએ પણ આવું બનતું જ આવ્યુ છે. કોઈ વિચાર નહીં. શાંત બધું જ. ત્યાં જ કેન્ટીન નજરે પડે છે , તેની ચાલવાની ઝડપ વધી. મંજિલ જ્યારે નજીક હોય ત્યારે ખૂબ ઝડપી તેને પામવાની વૃત્તિ મનુષ્યમાં સહજ છે.

કેન્ટીન પહોંચતા જ હેનરીની આંખો માત્ર પેલી છોકરી ને જ શોધતી હતી. ત્યાં....

#અપૂર્ણ_1/2
#પહેલી_વાર્તા

અજનબી હવેથી કોઈ વેદનાઓ

હવેથી કોઈ નવી વેદનાઓ જ લાવવામાં આવે,
અહીં ખુશીઓનાં અનુભવો કડવા જ રહ્યાં છે.

~ #અજનબી

મોહસીન નક્વી

તેજ હવા ને મુજ સે પૂછા
રેત પે ક્યા લિખતે રહેતે હો
હમસે ના પૂછો હિજ્ર કે કિસ્સે
અપની કહો અબ તુમ કૈસે હો
ઇતની મુદ્દત બાદ મિલે હો
કિન સૉંચૉ મેઁ ગૂમ રહતે હો

~ મોહસીન નક્વી

હિજ્ર ~ જુદાઈ


ફિલ્મ ~ 1

તુમ લોગ હમસે મિલતે રહા કરો
ક્યાં મુંહ સે ધડાધડ શેર ટપકે રહા હૈ
યે મુન્શી ભી ન જાને કહાં ચલે ગયે
નહીં તો હમ ઉન્હેં બતાતેં કિ
વજન મેઁ શેર કૈસે કહા જાતાં હૈ...

~ અમિતાભ 'શરાબી' ફિલ્મમાં...

ડાયરીનાં પાનેથી ~ સ્વતંત્ર વિચારો

કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિના વિચારો સાથે સંપુર્ણ સહમત ક્યારેય થઈ શકતો નથી. જો એવું બનતું હોય તો એ વ્યક્તિ પોતાના સ્વતંત્ર વિચારો નથી ધરાવતો હોતો...

~ ડાયરીનાં પાનેથી

એ કનેક્શન... સમગ્રતયાનું

અને એણે કહયું :

બિચારી માનવતા.... હાહાહાહાહા

હા જે કહેવું હોય એ કહો. ગાળો બોલો  , ધુતકારો મને , થૂંકોં , નફરત કરો... હું આજ કહીશ... આ જ અવાજ છે મારો..

પાકિસ્તાનની કોઈ મદ્રેસામાં નમાઝ અદા કરવા જતા બાળકોને બૉમ્બ થી ઉડાવી દેવાનાં સમાચાર સાંભળતા જ ભારતના કોઈ ખૂણે બિન મુસ્લિમ વ્યક્તિનાં આંખોમાં આંસુ બની જે આવે એ સ્પંદન...

ને ભારત નાં લશ્કરી કેમ્પ પર હુમલો થતાં પાકિસ્તાનનાં કોઈ વ્યક્તિ નાં મનમાં જાગેલો ચિત્કાર...

વગેરે વગેરે .......

#હાહાહાહાહા

એ કનેક્શન... સમગ્રતયાનું એનું નામ કદાચ...

જો કે હાલ છેલ્લાં શ્વાસો ગણી રહી છે દુનિયાની દરેક જગા એ...

અરે સ્વપ્ન હતું માત્ર

અરે સ્વપ્ન હતું માત્ર

બાકી કાંઇ હકીકતમાં આવુ થોડુ બને ?

ચોતરફ ખુશહાલી , કોઈ ભેદભાવ વગર બધાં એક બીજાને ગળે મળી રહ્યાં હતાં. કોઈ અંતર નહોતું , વાહ કેવું મજાનું સ્વપ્ન...

આંખ ઉઘડતાં વાસ્તવિકતા આહ !!!

જીવતાને દઝાડનારી...!

~ #અજનબીનીડાયરીનાંએકપાનેથી

દેશભક્તિ પણ એક મર્યાદા

દેશભક્તિ પણ એક મર્યાદા છે જે પણ એમાં માને છે. એ ઘણાં વિશાળ સમાજથી વિરૂદ્ધ મોં ફેરવી એક ટુકડાને ચાહે છે ને બીજા કેટલાય ટુકડાઓ પ્રત્યે ધિક્કાર જન્માવી પોતે યોગ્ય રાહમાં છે એવું અનુભવે. હું એવું માનું છું કે સમગ્રતયા ને ચાહનાર જ ખરી વિવેકબુદ્ધિ ધરાવે છે. ભલે પછી દેશપ્રેમીઓ તેને દેશદ્રોહી નામની વ્યાખ્યામાં બેસાડતા હોય. આખર દેશપ્રેમ પણ ખંડિત અસ્તિત્વ જ ધરાવે છે. આહ...

#અજનબીનીડાયરીનાંએકપાનેથી

રાજનીતિનાં રોટલા

અરે ! હમણાં તો ઘણાં બધાં
કહેતાં હતાં કે રાજનીતિનાં રોટલા શેકે છે એ
આહ...
કદાચ એવું નથી એ લુચ્ચાઓ
આપણી લાગણીઓ શેકે છે
આપણાં કહેવાતો આત્મા શેકે છે
મજૂર અને કિસાનોની હથેળીઓ
શેકવામાં એમને ક્યાં કશું છોડ્યું છે ?
જેટલું શેકાય એટલું બધુ જ શેકી નાંખે છે
જાત બચાવીને
અમે મૂર્ખ ! પેલાં ઘેટાંઓથી પણ ઉતરેલા
બધુ શેકાય રહ્યુ છે છતાં જોઇ રહ્યાં છીએ
વિસ્મયભરી આંખે
ડફોળ બનવાની આદત આડે આવે છે
નહીં તો....

#અજનબી

નોબલ પારિતોષિક

જે પુરસ્કારોથી પર હતાં :

આફ્રિકાના ઊંડાણમાં પચાસ વર્ષ સુધી ગરીબોની , દર્દીઓની રક્તપિત્તીયાંઓની સેવા કરતાં કરતાં 1965માં મૃત્યુ પામેલ ડૉક્ટર આલ્બર્ટ સ્વાયત્ઝર એક દીવસ રક્તપિત્તીયાં માટે હોસ્પિટલનું છાપરું બાંધી રહ્યાં હતાં. તેં વેળાએ સ્વીડનથી ખાસ આવેલ એક સંદેશાવાહક તેમની સમક્ષ ખડો થયો. અને ખૂબ ખુશાલી દર્શાવતાં બોલ્યો : " હું સ્ટોકહોમથી આવું છું. આપશ્રી ને મારે..."

ડોક્ટરે વચ્ચે જ કહયું : " ઠીક, ઠીક, આ પતરાનો પેલો છેડો જરા પકડવા લાગશો ? સારું થયું તમે વખતસર આવી ચડ્યા - એકલે હાથે ખીલા મારતાં મને ફાવતું નહોતું."

પોતાનો ઉમળકો માંડ શમાવીને પેલાં સજ્જને ડૉક્ટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠૉકાઇ રહ્યાં એટલે એણે વાત આગળ ચલાવી : ડૉક્ટર સ્વાયત્ઝર, નોબલ પ્રાઈઝ સમિતિએ મને આપની પાસે મોકલ્યો છે. આપ સ્ટોકહોમ પધારો અને શાંતિ માટેનું નોબલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિની વિનંતિ છે."

ડોક્ટરે સહજ ભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહ્યુ : " હું આવીશ  -  પણ હમણાં આવી શકાય તેવું નથી. મારે હજી આ મકાન તૈયાર કરવાનું છે . દર્દીઓને બહુ અગવડ પડે છે. તમે મારા વતી સમીતિનો આભાર માનજો. એ પૈસા આ મકાન બાંધવામાં બહુ કામે લાગશે."

એટલું બોલીને ડૉક્ટર સ્વાયત્ઝર નીચું ઘાલીને પાછા પતરાં બેસાડવાના કામે લાગી ગયા.

~ #મારી_વાંચનયાત્રામાંથી

જીવડાં બિચારાં...

જીવડાં બિચારાં...

એ દોસ્ત કહેતો હતો કોઈ અતિમાનવો દ્રારા સડવા , નષ્ટ થવા અહીં પૃથ્વી પર કચરાની માફક  ફેંકી દેવાયેલા જંતુઓ...

એટલે આજની માનવજાત. જે પોતાનામાં જ પોતે એક કેન્સર છે, જે સંપુર્ણ નાશ તો પામશે જ સાથે આ નિર્દોષ પૃથ્વીને પણ લઇ ડૂબશે...

જીવડાં બિચારાં... જંતુ...

#હાહાહાહાહા

ડાયરી 1

ભૂતકાળમાં પહેલો મનુષ્ય જે છેતરાયો હશે , કદાચ એને એની ખબર જ નહીં હોય કે આને છેતરામણી કહેવાય. આગળ જતાં એ ચોક્કસ પ્રકારની ગોઠવણીઓ બની ગઇ. કોઇક જ એવી બાબત કે કહેવાતી વ્યવસ્થા છેતરામણીથી દુર હશે. આપણે જોઈએ જ છીએ. આજકાલ એને એટલાં મજબૂત મૂળ નાંખ્યા છે કે માનવજાતનું અસ્તિત્વ જ ખતરામાં છે. અમારે હથિયાર બારૂદ ની જરૂરત નથી. ચૈનથી રહેવા માટે અમને કામ આપો બસ. થોડા કપડાં શરીર સંતાય એટલી જગા ને ભુખ ભાંગે એટલું અનાજ... બસ બહુ જ આટલું તો.. હાહાહાહાહા

~ #અજનબીનીડાયરીનાંપાનેથી

SUKHAN : EK SAFAR 11


SUKHAN : EK SAFAR 10


SUKHAN : EK SAFAR 9


SUKHAN : EK SAFAR 7


SUKHAN : EK SAFAR 8


SUKHAN : EK SAFAR 6


SUKHAN : EK SAFAR 5


SUKHAN : EK SAFAR 4


SUKHAN :EK SAFAR 1


SUKHAN :EK SAFAR 3


SUKHAN :EK SAFAR 2