Saturday, 31 December 2016

કણિકાઓ

જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?
~ મરીઝ

શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.
~ શૂન્ય પાલનપુરી

જેનું જીવન ધૂપસળી છે
અંત લગી એ જાતે બળી છે
કેમ સુરાલય ગર્વ કરે ના
પીતાં પીતાં આંખ ઢળી છે
~ શૂન્ય કદાચ.. સ્મૃતિ આધારે...

No comments:

Post a Comment