જે પુરસ્કારોથી પર હતાં :
આફ્રિકાના ઊંડાણમાં પચાસ વર્ષ સુધી ગરીબોની , દર્દીઓની રક્તપિત્તીયાંઓની સેવા કરતાં કરતાં 1965માં મૃત્યુ પામેલ ડૉક્ટર આલ્બર્ટ સ્વાયત્ઝર એક દીવસ રક્તપિત્તીયાં માટે હોસ્પિટલનું છાપરું બાંધી રહ્યાં હતાં. તેં વેળાએ સ્વીડનથી ખાસ આવેલ એક સંદેશાવાહક તેમની સમક્ષ ખડો થયો. અને ખૂબ ખુશાલી દર્શાવતાં બોલ્યો : " હું સ્ટોકહોમથી આવું છું. આપશ્રી ને મારે..."
ડોક્ટરે વચ્ચે જ કહયું : " ઠીક, ઠીક, આ પતરાનો પેલો છેડો જરા પકડવા લાગશો ? સારું થયું તમે વખતસર આવી ચડ્યા - એકલે હાથે ખીલા મારતાં મને ફાવતું નહોતું."
પોતાનો ઉમળકો માંડ શમાવીને પેલાં સજ્જને ડૉક્ટર સાહેબને મદદ કરવા માંડી. ખીલા ઠૉકાઇ રહ્યાં એટલે એણે વાત આગળ ચલાવી : ડૉક્ટર સ્વાયત્ઝર, નોબલ પ્રાઈઝ સમિતિએ મને આપની પાસે મોકલ્યો છે. આપ સ્ટોકહોમ પધારો અને શાંતિ માટેનું નોબલ પારિતોષિક સ્વીકારો, એવી સમિતિની વિનંતિ છે."
ડોક્ટરે સહજ ભાવે કામમાંથી માથું ઊંચું કરીને કહ્યુ : " હું આવીશ - પણ હમણાં આવી શકાય તેવું નથી. મારે હજી આ મકાન તૈયાર કરવાનું છે . દર્દીઓને બહુ અગવડ પડે છે. તમે મારા વતી સમીતિનો આભાર માનજો. એ પૈસા આ મકાન બાંધવામાં બહુ કામે લાગશે."
એટલું બોલીને ડૉક્ટર સ્વાયત્ઝર નીચું ઘાલીને પાછા પતરાં બેસાડવાના કામે લાગી ગયા.
~ #મારી_વાંચનયાત્રામાંથી

No comments:
Post a Comment